સિંદબાદે કહેવા માંડયું કે, ‘તમે એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકી કાઢે, પણ એટલા બધા મીઠાં પણ ન બનો કે લોકો તમને ચાવી ખાય.’
‘બોસ લાગે છે કે લોકો આપણને ચાવી ખાય છે.’
‘કેમ શું થયું? સિંદબાદ!’
‘બોસ, કરોડો ભારતીયોનાં હૃદયમાં આદરભર્યું સ્થાન ભોગવતા પૂજ્ય કૃષ્ણ અને રાધાજીને પેલા લોકો લીવ-ઈન-રિલેશનશીપવાળાં કહે છે.’
‘તો’
‘તો આપણે શું કરીએ?’
‘આપણે ત્યારે સમસમી જવાનું બસ!’
‘એમ?’
‘હા, સમસમી જવું એ જેવી તેવી બાબત નથી, ડેન્માર્કના એક કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું કાર્ટૂન દોર્યું. તો આપણા એક નેતાએ તેને મારવા માટે એક કરોડ રૃપિયાનું ઈનામ જાહેર કર્યું. તેઓ સમસમી શક્યા ન હતા પણ બુદ્ધિજીવીઓએ સમસમીને આ વાતને અણદેખી કરી.’
‘બોસ, થોડાં વર્ષો પહેલાં બેંગલોરમાં એક કિસ્સો બન્યો હતો. એક હોલિવૂડ નિર્માતા શૂટીંગ માટે ત્યાં આવ્યા હતા. તેમાં કુરાનનું પુસ્તક બતાવવાનું હતું, તેમણે તુરંત જ બજારમાંથી મંગાવ્યું. પછી ખ્યાલ આવ્યો કે પુસ્તક સાવ નવું છે. ફિલ્મમાં પુસ્તક જૂનું હોવું જોઈએ. એટલે ડાયરેક્ટરે તે પુસ્તકને જૂનું બનાવવા વિચાર્યું. જે રીતે ‘બૂટપોલિસ’ ફિલ્મમમાં બેબી નાઝે પહેરેલું ફ્રોક ફાટેલું છે તે બતાવવા રાજ કપૂરે નવા ફ્રોકને કાતરથી કાપી નાંખ્યું હતું. આમાં દિગ્દર્શકે પુસ્તકને ચાની તપેલીમાં બોળ્યું. જેથી પાનાં પીળાં પડેલાં દેખાય. યુનિટમાં સ્પોટ બોય તરીકે યુસૂફ કે યુનૂસ નામે યુવાન હતો. તેણે બજારમાં જઈ હો-હા કરી કે પવિત્ર-કુરાનનું અપમાન થયું છે. અને એ દિવસે બેંગલોરમાં કેટલીક સરકારી બસો બાળી નાંખવામાં આવી. તોડફોડ પણ થઈ. સિંદબાદ કહે છે ‘જો આ જ ગણિત પ્રમાણે ભગવાન કૃષ્ણ અને રાધાજીની ટિપ્પણીનો હિસાબ થાય તો?’
‘તો ભારતની એક પણ બસ બચે નહીં.’
પેલા હોલિવૂડ ડાયરેક્ટરે કહ્યું હતું કે મેં કોઈ ગ્રંથ વિશે ખરાબ કહ્યું નથી. કુરાનના કોઈ આદેશ વિશે ક્ષોભજનક બાબત બોલી નથી તો શા માટે હંગામો! સિંદબાદ કહે છે કે રાધાકૃષ્ણ કરોડો લોકોનાં આરાધ્ય છે. લોકો અભિવાદન કરવા માટે રાધે-ક્રિશ્ન કે જયશ્રી કૃષ્ણ કહે છે. એ લોકોને આવી ટિપ્પણીથી કેટલું બધું દુઃખ થતું હશે? એમની લાગણીઓ ઘવાઈ હશે - પણ બુદ્ધિજીવીઓ ચૂપ છે. શા માટે આ વિશ્વ હિન્દુ પરિષદનો જ મામલો ગણાય? કપિલ સિબ્બલ કેમ ચૂપ રહે?
ગાઉન ફગાવી ગૌરવ દર્શાવતા જયરામ - કૃષ્ણ માટે ચૂપ કેમ છે? આ કોઈ પ્રજા કે કોમની વાત ન ગણાય. સમગ્ર દેશ અને સમાજને સ્પર્શતી વાત છે. સિંદબાદ કહે છે ઠીક છે નહીંતર આપણે સમસમી જઈ બેસી રહેવું. બુદ્ધિજીવી ગણાઈ જઈશું.
No comments:
Post a Comment