અમદાવાદની ‘રિવરફ્રન્ટ’ ઉપર કેટલાંક બુદ્ધિજીવીઓ આંસુ સારી રહ્યા હતા. એના કારણે સાબરમતીમાં પાણીની સપાટી ઊંચી પણ આવી હતી.
‘તમે લોકો કોણ છો? અને કેમ રિવરફ્રન્ટ ઉપર આંસુ સારી રહ્યા છો?’
‘અમે લોકો બુદ્ધિજીવીઓ છીએ, અમે લોકો રડવા માટે કાંકરિયાની પાળે જ બેસવાના હતા, પણ ત્યાં ‘એન્ટ્રી ફી’ છે. જેનો અમે ઘણા વખતથી વિરોધ કરીએ છીએ, એટલે જ્યાં ફી નહીં પણ ફ્રી હોય ત્યાં અમે બેસીને રડીએ છીએ.’
‘મિત્રો, તમે રડવા માટે નહીં પણ લડવા માટે ચગાવો છો. દિલ્હીમાં પણ ઘણી જગ્યાએ, ‘એન્ટ્રી ફી’ છે. ઉત્તર પ્રદેશમાં પણ છે. ત્યાં કેમ વિરોધ કર્યો નથી?’
‘અમે અમારી લડવાની શક્તિ ગુજરાત માટે જ રાખી છે.’
બુદ્ધિજીવીએ ડૂસકાં ભરતાં ભરતાં કહ્યું.
‘હા ભાઈ-હા તમે લોકો તો ખેલાડીઓ છો, કયા મેદાન ઉપર રમવું તે તમારી મરજી. પણ કહો તો ખરા કેમ રડો છો?’
‘રડવું આવે જ ને! દેશની વસ્તીમાં એકનો ઘટાડો થયો.’
‘કંઈ સમજાયું નહીં.’
‘ઓ શૂન્યબુદ્ધિ, આપણા ચિત્રકાર એમ.એફ. હુસેને ભારતનું નાગરિકત્વ છોડી દીધું છે.’
પેઈન્ટર એમ.એફ. હુસેનને મારા સાહિત્યકાર મિત્ર, માધુરી ફીદા હુસેન કહે છે. માધુરીની એક ફિલ્મ પંચાવન વાર તેમણે જોઈ હતી. માધુરી તો અમેરિકા જતી રહી. અબ ક્યા રખા હૈ ઇન્ડિયા મેં? એવું એમને થયું હશે. હિન્દુ દેવીઓનાં નગ્ન ચિત્રો દોરનાર આ પેઈન્ટર પોતે ‘નંગે પાંવ’ ફરે છે. પગમાં જૂતાં પહેરતા નથી. સિંદબાદ કહે છે. હુસેનને ભય છે કે ક્યાંક લોકો એમના જ જૂતાંથી એમને ફટકારશે એટલે જૂતાં પહેરતા નથી.
હિન્દુ દેવતા-દેવીઓનાં નગ્ન ચિત્રો બનાવનાર, ચિત્રોમાંથી પૈસા પેદા કરી પોતે અને તેમનો પરિવાર સારાં કપડાં પહેરી ફરે છે. હૂસેન પોતે પણ બુદ્ધિશાળી ખરા, એમણે હિન્દુ દેવીઓનાં જ નગ્ન ચિત્રો દોર્યાં. ગરીબ કી જોરુ સબ કી ભાભી!! બીજા કોઈ ધર્મના આરાધ્યનાં નગ્ન ચિત્રો દોરે તો શું થાય એ કલાકારને ખબર છે. ડેન્માર્કના કાર્ટૂનિસ્ટે પયગંબર સાહેબનું અપમાનજનક ચિત્ર દોર્યું ત્યારે મેરા ભારત મહાનના એક નેતાએ એ કાર્ટૂનિસ્ટને મારનારને કરોડ રૃપિયા ઈનામ આપવાની વાત કરી હતી. ફોજદારી કાનૂન હેઠળ એ ગુનો પણ ગણાય, હુસેનના ટેકેદાર બુદ્ધિજીવીઓમાંથી કોઈએ પોતાની માતાનું નગ્ન ચિત્રો દોર્યું નથી. વિશાળ દિલવાળા આ સમાજે હુસેન માટે કોઈ ‘સોપારી’ આપી ન હતી. કદાચ હજ પઢવા જવા માટે વિમાનની સીડી ચડવા માટે ‘સબસીડી’ આપી હોત.
પયગંબર સાહેબ માટે અણછાજતું ચિત્ર દોરનાર વિરુદ્ધ દેશમાં રેલીઓ નીકળી હતી. ત્યારે આપણા બુદ્ધિજીવીઓ સોમવારના ગાંધી બની ગયા હતા. મૌન પાળ્યું હતું. કલાકારના સ્વાતંત્ર્ય વિશે ત્યારે બોલ્યા ન હતા. બુદ્ધિજીવીઓ ત્યારે ન બોલ્યામાં નવ ગૂણ માને છે. કોની તરફેણ કરી શકાય અને કોની વિરુદ્ધ બોલાય તે બુદ્ધિજીવીઓ જાણે છે. હુસેન જેવા દેવીઓનાં નગ્ન ચિત્રો દોરે છે ત્યારે આબિદ સૂરતી જેવા ચિત્રકાર રામનામવાળી ચાદર લપેટી ફરતા ઘણાએ જોયા છે.
હુસેન હવે કતાર જતા રહ્યા છે. એમની ઉપર અઢળક કેસ થયા છે. એમની ચિત્રકારની આંગળીઓએ કરેલા કૃત્યના કારણે હવે કાયદાના પંજાથી બચવા એ ભાગ્યા છે.
હિન્દી ભાષામાં હુસેન માટે અત્યારે એમ કહી શકાય કે ‘આપ કતાર મેં હૈ’ આપ કતાર મેં હૈ એ વાક્ય આપણે પણ વારંવાર સાંભળીએ છીએ. ટેલિફોન ઉપર ૧૯૭ કે ૧૮૬ ઉપર લગાડો કે દૂરવાણીવાળા કહે ‘આપ કતાર મેં હૈ’ આપણને થાય કે આપણે તો ભારતમાં છીએ પણ ટેલિફોનવાળા એટલે કે દૂરવાણીવાળા આપણને દૂર કતારમાં મોકલી દે. એક વાત નક્કી હુસેન કતારમાં બીજા કોઈ ધર્મના આરાધ્યનું નગ્ન ચિત્ર નહીં દોરે. ભારત જેવું ‘વિધવા બ્રાહ્મણ મહિલાનું ખેતર બધે ન હોય.’
દેશના ‘રત્ન’ ઉપર પહેલો અધિકાર હુસેનનો હોય એમ કહી કદાચ તેંડુલકર પહેલાં હુસેનને ભારતરત્ન મળી પણ જાય.
યે દિલ કા નહિ બુદ્ધિ કા મામલા હૈ.
વાઈડ બોલ
‘આઈપીએલ મેચમાં તમને અચરજ શું લાગે છે?’
‘છક્કો વાગે કે ચીયર્સ ગર્લ નાચે છે’
‘એમાં અચરજ શું?’
‘છક્કાથી સુંદરીઓ રાજી થાય તે’ છગને કહ્યું.
No comments:
Post a Comment