તાજેતરના એક ચમત્કારની વાત કરવી છે. શોએબ મલિકની ઘટનાની. એ માણસ (એને માણસ કહેવા બાબતે તમને વાંધો નહીં હોય એમ માની લઉં છું.) હજી થોડા દિવસ પહેલાં કહેતો હતો, કે એનાં લગ્ન થયાં જ નથી. એ આયેશા સિદ્દીકીને ઓળખતો નથી એમ એણે પીચ ઠોકીને કહ્યું. શોએબે કહ્યું આવી કોઈ સ્ત્રીને એ ક્યારેય મળ્યો નથી. જોઈ નથી હવે એ જ સ્ત્રી જેને એ મળ્યો જ ન હતો, જેની સાથે લગ્ન કર્યાં નથી તે આયેશાને એણે હવે છૂટાછેડા આપ્યા છે. જે સ્ત્રી અસ્તિત્વ જ ધરાવતી ન હતી. તે યુવતીને શોએબે છૂટાછેડા આપ્યા છે. આને શું કહીશું? નહીં ફેંકાયેલા બોલ ઉપર સિક્સર વાગી? આ ઘણો મોટો ચમત્કાર નથી? જેની સાથે લગ્ન કર્યાં જ નથી એ સ્ત્રીએ છૂટાછેડા આપવા એ એક વિરલ ઘટના છે. શોએબે દાવો કર્યો છે કે તેણે આયેશાને જોઈ જ નથી! હવે તેણે આયેશાને છૂટાછેડા આપ્યા છે. છગન પૂછે છે આ કઈ રીતે બને ન જોયેલી સ્ત્રી સાથે લગ્ન થાય ખરાં?
બની શકે, પહેલાંના વખતમાં રજપૂતો લગ્ન કરવાં જાતે ન જતા, પણ ખાંડુ (તલવાર) મોકલતા. કન્યાનાં લગ્ન ખાંડા સાથે થતાં. એવા કિસ્સામાં કન્યાએ વરને જોયો જ ન હોય, પણ લગ્ન કર્યાં હોય. શોએબના કિસ્સામાં શોએબે ખાંડાની જગ્યાએ પોતાનું બેટ મોકલી આપ્યું હોય અને લગ્ન થયાં હોય તો શોએબ કહી શકે કે તેણે તો કન્યા જોઈ જ નથી.
જે હોય તે, શોએબે લગ્ન કર્યાં જ નથી એ રટણ પછી છૂટાછેડા લીધા છે. બિન બાદલ બરસાતની જેમ બિન શાદી તલાક,ની ઘટના ગણાય કે નહીં? ચાચુ ચમત્કાર હો ગયા. ક્રિકેટમાં તો શોએબ પર પ્રતિબંધ છે જ, કદાચ સાનિયા સાથેનાં લગ્ન ઉપર પ્રતિબંધ આવી જાત. પણ મિયાં બચી ગયા. છતાં કહેવત પ્રમાણે તંગડી ઊંચી રાખે છે.
કેટલાંક કહે છે આ બબાલ પછી શોએબ મલિકની ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ જશે. સાવ તેવું ન ગણાય. જે રીતે શોએબ ખોટા નિર્ણય લઈ શકે છે, એની ખોટા નિર્ણયની
ફાવટ એને પાકિસ્તાન ક્રિકેટના અમ્પાયર બનાવી શકે. ખરું કે નહીં?
---
શાહરુખ ખાને કપડાં ઉતારવાની જાહેરાત કરી છે. બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આ
કામ જો કે કરે છે. પણ આ કિસ્સામાં વાત અલગ છે. શાહરુખ ખાન આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો માલિક છે. એણે જાહેર કર્યું છે કે જો આઈપીએલમાં કોલકાતાની ટીમ જીતશે તો તે કપડાં ઉતારીને નાચશે. જો કે કોલકાતા ટીમ જીતે આ વાત - અસંભવ... વો દિન કહાં...? ટૂંકમાં શાહરુખને નગ્ન નહીં થવું પડે. તેની ઈજ્જત બચી જશે. એ રીતે કોલકાતાની હારમાં પણ જીત ગણાય.
કોલકાતા ટીમના કપ્તાન સૌરવ ગાંગુલી કપડાં ઉતારવાનું ‘ટ્રેલર’ કેટલાંક વર્ષો પહેલાં બતાવી ચૂક્યા છે. ક્રિકેટના કાશી ગણાતા લોર્ડ્ઝ મેદાનમાં બનાવ બનેલો, ભારતીય ટીમ જીતી ત્યારે ગાંગુલી ખુશીમાં નાચી ઊઠેલો અને શર્ટ કાઢી હવામાં ઉછાળેલું - શાહરુખ ખાન જીતની ખુશી મનાવવામાં ગાંગુલીથી એક કદમ આગળ વધવા માગે છે એટલું જ.
પણ કોલકાતા જીતે અને શાહરુખને કપડાં ઉતારવાની નૌબત આવે તે બનવાનું નથી. પબ્લિસિટીનો તુક્કો છે.
વૌઠાના મેળામાં એક માલિકે તેના ગધેડાનું નામ શાહરુખ રાખ્યું હતું. અત્યારે શાહરુખ લોકોને ગધેડા બનાવી રહ્યો છે.
No comments:
Post a Comment