Saturday, February 9, 2013
'રે ગધેડાં, સુખથી ભૂંકજો.......'
કવિ કલાપીએ કહ્યું હતું ' રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઇ ગાજો...'
કવિ કલાપી ચરતાં પંખીઓને જોઇને પ્રસન્નતા અનુભવતાં. આપણા મનમોહનસિંહ રાજા નહિ તો રાજાતૂલ્ય ગણાય, એ પંખીઓને જોઇને નહિ પણ પ્રધાનોને જોઇને કહે છે: 'સુખથી ચરજો...' અને તેમના પ્રધાનો સુખેથી ચરે છે. કહેવાય છે રાજહંસનો ચારો મોતીનો હોય છે. (લાલુપ્રસાદનો ઘાસનો હતો). આદરણીય પ્રધાનો રાજહંસ જેવા દિવ્ય ગણાય. તેઓ પણ 'મોતી'નો ચારો જ ચરે છે. સાચા મોતીની કિંમત લાખ્ખો રૂપિયાની હોય, કરોડોની પણ હોય, રાજહંસના નામનું સન્માન જળવાય એટલે આ મંત્રીઓ પણ કરોડોના મોતીનો ચારો ચરે છે.
મનમોહનસિંહના પ્રધાનમંડળમાં એક પ્રધાન નામે રાજા હતા. એમણે કરોડોની સંખ્યામાં મોતીનો ચારો ચરેલો. આપણા વડાપ્રધાનશ્રીએ શરૂમાં દેખી અનદેખી કરી. કારણ બ્રિટિશ બંધારણમાં ઉલ્લેખ છે કે 'કિંગ કેન ડુ નો રોંગ' મતલબ કે રાજા કશું ખોટું કરે જ નહિ. પણ એ લાંબું ચાલ્યું નહિ. રાજા ઉપર ચાર્જ...ફેઇમ... થયા, તેમને જેલ ભેગા કરવામાં આવ્યા. ત્યારે ભાજપ સાંસદ નવજોતસિંહ સિદ્ધુએ તેમનું ફૂટવર્ક બતાવતાં ડાન્સ કર્યો હતો અને ગીત છેડયું હતું, 'રાજા કી આયેગી બારાત'.
વૌઠામાં જાતજાતનાં ગધેડાઓ ભેગા થાય છે. તે ગધેડાઓના જાતજાતના શણગાર થાય છે. ગધેડાઓ વરઘોડે ચડવાના હોય તેવા તેમના રૂવાબ હોય છે. ત્યાં ગધેડાઓનાં ભાવ બોલાય છે.અત્યારે પંખીઓને ભક્તજનો સુખેથી ચણ નાંખે છે ત્યારે એક ઉપેક્ષિત પ્રાણી યાદ આવે છે, જે છે 'ગધેડો'. કથાપ્રમાણે ચારો મેળવવા બદલ તેને મણ માર પડ્યો હતો. શેરડીના ખેતરમાં તે ગયો. ‘પહેલે ખાના, બાદમેં ગાના…’ એ કાર્યક્રમ હેઠળ શેરડીનો ચારો ચર્યા પછી ગધેડાએ સંગીત છેડ્યું. જેથી કરીને શેરડીના ખેતરના માલિકને જાણ થઇ કે ખેતરમાં ગધેડો ચારો ચરે છે અને તે માલિકે ગધેડાને તે પછી મેથીપાક આપેલો. આ કથા એમ બતાવવા કહેવામાં આવે છે કે ગધેડો એક બેવકૂફ પ્રાણી છે. જે શેરડીની સાથે માર પણ ખાય છે. કહેવતમાં કહ્યું છે હર કુત્તે કા દિન આતા હૈ, પણ હાલમાં ગધેડાના દિવસો પણ આવ્યા છે. વૌઠામાં દર વરસે કારતક માસમાં મેળો ભરાય છે. તેમાં ગધેડાઓનું માન- સન્માન થાય છે.
વૌઠામાં જાતજાતનાં ગધેડાઓ ભેગા થાય છે. તે ગધેડાઓના જાતજાતના શણગાર થાય છે. ગધેડાઓ વરઘોડે ચડવાના હોય તેવા તેમના રૂવાબ હોય છે. ત્યાં ગધેડાઓનાં ભાવ બોલાય છે. રાજસ્થાનમાં પણ મેળો યોજાય છે. આ સિઝનમાં ત્યાં પણ ગધેડાઓના ભાવ બોલાય છે. આ વખતે વૌઠામાં ગધેડાના ભાવ દસથી બાર હજાર બોલાયા છે. એ વૌઠા છે જ્યાં ગધેડાઓની પણ કિંમત હોય છે.
કેટલાંક વરસો પહેલાં વૌઠાના મેળામાં વેચવા મુકાયેલા ગધેડાઓને માલિકો એ ફિલ્મી કલાકારોનાં નામ આપેલાં. એક ગધેડાનું નામ શાહરુખ ખાન હતું. એક ગધેડાનું નામ અક્ષયખાન હતું. એક ગધેડાનું નામ સલમાન પણ હતું.વૌઠામાં ગધેડાઓના પણ તેમના માલિકો નામ પાડે છે. જેમ ઘોડાઓના નામ તેના માલિકો પાડે છે. ભગવાન સ્વામીનારાયણના ઘોડાનું નામ માણકી હતું. રાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક હતું. મુંબઇની રેસના એક ઘોડાનું નામ તેના માલિકે બાલમ પાડ્યું હતું. કેટલીક વાર બાલમ બેવફા બનતો હોય છે. એ કારણે કદાચ, આ ઘોડો પણ રેસમાં કદાચ બેવફા બનતો હશે. વૌઠાના ગધેડાઓના નામ ઘણાં અદ્દભુત હોય છે. કેટલાંક વરસો પહેલાં વૌઠાના મેળામાં વેચવા મુકાયેલા ગધેડાઓને માલિકો એ ફિલ્મી કલાકારોનાં નામ આપેલાં. એક ગધેડાનું નામ શાહરુખ ખાન હતું. એક ગધેડાનું નામ અક્ષયખાન હતું. એક ગધેડાનું નામ સલમાન પણ હતું.
આમીરખાને એના કૂતરાનું નામ શાહરુખ રાખેલ છે. આમ શાહરુખખાન કૂતરો, ગધેડો બંને બનેલ છે. જો કે ફિલ્મી કલાકારો ક્યારેક આપણને ગધેડા બનાવતાં હોય છે ખરું કે નહિ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment